Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harshida Dipak

Inspirational

3  

Harshida Dipak

Inspirational

રણઝણતું એ ઝાંઝર બોલે

રણઝણતું એ ઝાંઝર બોલે

1 min
6.6K


લાલ રંગની ભાત ભરેલી નાનકડી પગલીમાં ઓલું લીલું લીલું પણ ડોલે 

લટકાતી-મટકાતી ચાલે છમ્મક છમછમ ઝાંઝરિયુનું ઝીણેરું એ ગાન બોલે 

  રણઝણતું એ ઝાંઝર બોલે...

સોળ વરસથી કૂવા કાંઠે

       ગાગરડી ભરવાને કાજે 

સૈયર કેરો સંગ કરીને 

       પડખે પગલાં પાડી આજે 

અલક-મલકની વાતો ઊઘડે આંખલડીમાં ધીમા ધીમા પ્રિતમના કામણને ખોલે 

  રણઝણતું એ ઝાંઝર બોલે...

વાંસલડીના સૂર સૂણીને 

     કોયલ ટહુકે ડાળે બેઠી 

ઘેલી રાધા ભાન ભૂલીને 

     મોહનની પડખે જઈ બેઠી 

ભવભવની એ પ્રીત ભરેલી હરખાતી ધીમેથી બોલે કોઈ ન આવે એની તોલે 

  રણઝણતું એ ઝાંઝર બોલે...


Rate this content
Log in