Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Children Stories Fantasy

3  

Dharmik Parmar 'Dharmad'

Children Stories Fantasy

ચાંદાને ઘેર જાઉં ?

ચાંદાને ઘેર જાઉં ?

1 min
273


મમ્મી, આ ચાંદો મને કયા ફ્લોર પરથી રોજ નિહાળે ?

હું રહું છું ગ્રાઉન્ડ-ફલોર ને એ સાતમે માળે !


આજે મારે આ ચાંદાને દેવી છે મોટી ગિફ્ટ !

લાવ ચાંદાને ઘેર જવા હું વાપરુ આ લિફ્ટ !


ચાંદાને પકડવા મારે ચડવું કયાં ઝાડની ડાળે ?

મમ્મી, આ ચાંદો મને કયા ફ્લોર પરથી રોજ નિહાળે ?


લાવને આજે પેલા અંકલજીની સીડી લઈ લઉં !

સીડી પર ચડી આજ નટખટિયા ચાંદાને અડી લઉં !


ચાંદલિયો તો દૂર તારાઓ સાથે ભણે નિશાળે !

મમ્મી, આ ચાંદો મને કયા ફ્લોર પરથી રોજ નિહાળે ?


Rate this content
Log in