Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

ના પૂછવું હતું છતાં

ના પૂછવું હતું છતાં

1 min
13K


ના પૂછવું હતું છતાં પુછાઈ જાય છે,
છાની હતી જે વાત એ ચર્ચાઈ જાય છે.

ખોટી રસમનાં નામ પર બંધાઈ જાય છે,
બે પ્રેમી એ રિવાજમાં ખર્ચાઈ જાય છે.

મારો નથી તો તું પછી ના કોઈનો થજે,
દીવાનગી જે આગમાં પલટાઈ જાય છે.

એ શૂન્ય છે કે શેષ, બધું ભાગવા મથે,
મમતા બિચારી પ્રેમમાં છેદાઈ જાય છે.

કાંઠે ન નાંગરી શકી એ નાવની વ્યથા,
મઝધાર જાણે તે છતાં લ્હેરાઈ જાય છે!

‘પ્રજ્ઞા’ પગેરું પ્રેમના ઉંબર સુધી જશે,
જે લાગણીની સાંકળે જકડાઈ જાય છે.


Rate this content
Log in