Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

વાવીને બેઠો છું

વાવીને બેઠો છું

1 min
6.7K


પ્રણયના બીજને હું વાવીને બેઠો છું,
ફૂટશે અંકૂર આશ લગાવીને બેઠો છું.

છલોછલ છલકતું સરોવર જાણે હું,
નિકળશે એમાંથી વારિથી લથબથ તું,
ભીની મહેંકને અંતરમાં લઈને બેઠો છું.
પ્રણયના બીજને હું વાવીને બેઠો છું.

વ્રુક્ષો ઝુમે, પવન પણ કરે દોડાદોડ,
મન પતંગિયું કરે જોને કેવું ઊડાઊડ,
બની ફૂલ જોને કેવો ખિલીને બેઠો છું.
પ્રણયના બીજને હું વાવીને બેઠો છું.

હોય ભલે ઝાંઝવું, માણવું છે એ સુખને,
ચૂમવું છે મારે તારા મેઘધનુષિ મુખને,
એટલે તો તને પાસ લઈને બેઠો છું,
પ્રણયના બીજને હું વાવીને બેઠો છું.

જવું છે ફરી મધુવન, કરવા તને પ્રીત,
અને વહાવવું છે એ જ મધૂર સંગીત,
એ આશાએ વાંસળી થઈને બેઠો છું.
પ્રણયના બીજને હું વાવીને બેઠો છું.

ચાલ લઈ લઈએ 'જશ' આ લહાવો,
આવ હવે, નહિ મળે મોકો ફરી આવો,
યુગ યુગથી તારી રાહ જોઈને બેઠો છું,
પ્રણયના બીજને હું વાવીને બેઠો છું.

પ્રણયના બીજને હું વાવીને બેઠો છું,
ફૂટશે અંકૂર, આશ લગાવીને બેઠો છું.


Rate this content
Log in