Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Drama Fantasy

3  

Chaitanya Joshi

Drama Fantasy

હૃદય મારું

હૃદય મારું

1 min
7.2K


તનના વામભાગે રહીને ધબકતું હૃદય મારું,

રક્તભ્રમણે ભરપૂર સહાય કરતું હૃદય મારું,


નથી હોતી ત્યાં કશી કિન્નાખોરી કે વેરઝેર,

સદાય પ્રેમપાથેયને અંતરે ભરતું હૃદય મારું,


ક્વચિત જોડાઈ હરિસંગ ભાવવિભોર થતું,

ધન્યતા જીવનની એમાં એ ગણતું હૃદય મારું,


કોમળતા એની નવનીતનેય શરમાવી જતી,

સ્નેહ,દયાને સ્ફુરણાને પ્રગટાવતું હૃદય મારું,


વિશાળતા એની વ્યોમને આંબી જતી કદી,

અંતરના અવાજને એ સાંભળતું હૃદય મારું,


ભેટ છે ભગવાનની અણમોલ, છું ૠણી હું,

હંમેશા ન્યાયના પક્ષમાં જે રહેતું હૃદય મારું,


ગણતરીની દુનિયામાં નાકામિયાબ રહેનારું,

નિર્ણયો લાગણીની બુનિયાદે લેતું હૃદય મારું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama