Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ક્યાં મળે છે?
ક્યાં મળે છે?
★★★★★

© Arvind Patel

Others

1 Minutes   7.1K    4


Content Ranking

સૌને ગમે છે આજે, ગીતો ગાવા પ્રણયના, 
પણ દિલની દિલરુબા પર ગાનારા, ક્યાં મળે છે?

ફૂટી નીકળ્યો છે પ્રેમ, બિલાડી ના ટોપની જેમ,
પણ લૈલા-મજનૂ જેવો પ્રેમ કરનારા, ક્યાં મળે છે?

મોટા થવું છે સૌને વાતો કરીને મોટી,
પણ ઓછું બોલી વધું કામ કરનારા, ક્યાં મળે છે? 

જૂઠું અને મીઠું કહેનારા લાખો મળે છે,
પણ કડવું છતાં સત્ય કહેનારા, ક્યાં મળે છે? 

ગઝલો લખીને આજે કવિ થવું છે સૌને,
પણ હ્રદયસ્પર્શી લખનારા, ક્યાં મળે છે?

કાળું નાણું કમાવવા, કાળા કૃત્યો કરે છે સૌ,
પણ માનવ્ય ઊભું કરવાવાળા, ક્યાં મળે છે?

કોઈ કહે કુદરત, કોઈ કહે ઈશ્વર;
પણ સાચો રાહ બતાવનાર રાહબર, ક્યાં મળે છે?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..