Chaitanya Joshi

Others


Chaitanya Joshi

Others


જયશ્રીકૃષ્ણ

જયશ્રીકૃષ્ણ

1 min 6.7K 1 min 6.7K

મુલાકાતે પ્રથમ ઉચ્ચારાય 'જયશ્રી કૃષ્ણ'

યાદ પરમેશની આવી જાય 'જયશ્રી કૃષ્ણ'


સગા સંબંધી કે પરિચિતો સન્મુખ દેખાય,

ખબર અંતર પછી પૂછાય'જયશ્રી કૃષ્ણ'


હસીન ચહેરે હરિવર સાંભરે મુલાકાતોમાં,

અપરિચિતોમાં પણ બોલાય 'જયશ્રી કૃષ્ણ'


પૃચ્છા પારસ્પારિક કે અન્ય સ્વજનનોની,

સમાચાર તબિયતના મળી જાય 'જયશ્રી કૃષ્ણ'


નવાજૂની એકમેકની સાથોસાથ કહેવાય,

વિદાય વેળા પણ સંભળાય 'જયશ્રી કૃષ્ણ'


Rate this content
Originality
Flow
Language
Cover Design