Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Joshi

Others

2  

Rekha Joshi

Others

મમતા

મમતા

1 min
6.9K


હ્રદયનાં ખૂણે, ખટકે વાત
તું આજે નથી હયાત!
 
તારો જ અંશ, તારોજ પિંડ હું
જન્મોજન્મ બનવા ચહું.. મા
અંદર બહાર તને સીવી લીધી, ને
આ જિંદગી મેં જીવી લીધી.. મા
 
તું મારી પળ પળ છો 
મારું આત્મબળ છો 
મારો પથ પ્રકાશ, અને માથે આકાશ પણ તું જ છો..
મારું સમગ્ર અસ્તિત્વ, ને પૂર્ણ વ્યક્તિત્વ તું જ..
 
તું જ પાલવની સુગંધ, મારી આંખોમાં બંધ
અને  
મારો આત્માનો અવાજ, મારી ખુદાની નમાજ તું..
શિવાલયે સવારની આરતી, સાંજની દીવાબત્તી પણ તું .
ખબર છે તને? 'દીકરી'માંથી જન્મી છે આજ...
એક 'મા'!
 


Rate this content
Log in

More gujarati poem from Rekha Joshi