ગીત-ગઝલ
ગીત-ગઝલ
1 min
13.9K
ડાળ પર આવીને પંખી બેસતાં;
ડાળ વાસંતી થતી પળવારમાં.
એક ટહુકો સ્હેજ સ્ફૂર્યો ડાળને
ને શબદ તો વ્યસ્ત છે શણગારમાં.
ચાર શબ્દો આઠ અક્ષરની તરસ;
ઠાલવી જાણી સહજ ઓજારમાં.
અર્થ ફૂટ્યો તો તરત મૂંગો બન્યો;
ભાવ જે કંઈ ઉપજ્યો સંસારમાં.
ગીત- ગઝલો ને સ્વયંના સોરઠા
થાય વ્હેતા ત્યાં નવા અવતારમાં.