Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manu V Thakor

Others

4  

Manu V Thakor

Others

અષાઢી સાંજ

અષાઢી સાંજ

1 min
13.6K


આ અષાઢી કોરીધાકોર સાંજ એવી ઢળતી,

ઝીણી ઝીણી ધૂળની ડમરી ઊડી આભે ચડતી.


બળબળતા બપોર વેળા લૂ ઊની ઊની વાતી,

ચોળી ચોળી આંખો રાતી રાયણ જેવી થાતી;

ઝાંખુ - પાંખુ ભાસે સઘળું નજર ના ઉઘડતી,

સૂકી સૂકી રેતી રણની અંગે અંગમાં ભળતી.

આ અષાઢી કોરીધાકોર...


ભાગોળે વરતાય ભણકારા ભેંકાર એવી પડતી,

ને પાંખારો પવન લેતો ગામ આખાની ઝડતી;

વરસે ના કોઈ વ્યોમ વાદળી અમથી રે ગગડતી,

મેલી -ઘેલી આશા આઘી-પાછી થૈ ટળવળતી.

આ અષાઢી કોરીધાકોર...


માંડ્યા છે મંડાણ મેહુલિયે દૂર ક્ષિતિજે જાણી,

કોરી કોરી લાગણીઓ લથબથ થૈ ભીંજાણી;

શ્રાવણી એ ઝરમર વાછંટ મનમહીં ખળભળતી,

ભીતર હૈયે એક નદી સાવ ખાલી ખળખળતી.

આ અષાઢી કોરીધાકોર...


Rate this content
Log in