Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તમે છો
તમે છો
★★★★★

© Jadav Nareshkumar Motilal

Inspirational Others

1 Minutes   6.5K    2


Content Ranking

બસ એક મારા હૈયાંના, ધબકાર તમે છો.

મારા સ્મરણોના મીઠા ટહુકાર તમે છો.

આમ ક્યાંક મૌન પણ રહું છું હું છતાં દેખો,

મારા મૌન ભર્યા શબ્દોના હુંકાર તમે છો !

જરાય દેખાતા નથી, નથી તમારો આકાર,

છતાં મારી અંદર નિરાકાર તમે છો.

જુઓને મારામાં કોણ લે છોડે છે, શ્વાસ પણ,

ખળખળતા શ્વાસના રણકાર તમે છો.

ઝરણાંની જેમ જ ખળખળ વહો છો તમે,

ને મારામાં ખળખળતા ટંકાર તમે છો.

ધબકાર સ્મરણો મૌન હુંકાર ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..