Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કહું..? .. પ્રકૃતિની પાસ-પાસ
કહું..? .. પ્રકૃતિની પાસ-પાસ
★★★★★

© Manu V Thakor

Others Classics Inspirational

1 Minutes   6.8K    1


Content Ranking

દૂર દૂર દેખાતા ડુંગરાની વાત કહું? 

ક્ષિતિજે ઢળતી એ સંધ્યાને રાત કહું?

લીલાછમ ખેતરો, હરિયાળી સીમ આખી

 કેડીને કંદરાઓ, કોતરોને વાટ કહું?

ફૂલોથી મધમધતાં વાસંતી વાયરા ને, 

પર્ણે પર્ણે લહેરાતી હવાને પમરાટ કહું? 

ધોધમાર પડતી - પછડાતી પ્રવાહે, 

એ વહેતી નદીને ઝરણાંની જાત કહું? 

ઊંચેરા આભ મહીં ઉડે વિહંગ સૌને, 

વાદળની બદલાતી નિત-નવી ભાત કહું? 

કવિતા ફૂલ હરિયાળી

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..