ગીત
ગીત
1 min
6.9K
કાનમાં ટહુકો કોયલ કરી ગઈ,
રોમે રોમમાં વસંત ફરી ગઈ,
કાનમાં ટહુકો કોયલ કરી ગઈ.
નજર રાખ ક્ષિતિજની પેલેપાર,
છે આપણો પ્રેમ ગીતાનો સાર.
કેમ ઇચ્છા પાનખરમાં ખરી ગઇ?
કાનમાં ટહુકો કોયલ કરી ગઈ.
તું બન ગુલાબને હું બનું કાંટો,
વહાલનું થોડું મને અતર છાંટો.
આંસુમાં યાદોની હોડી તરી ગઈ,
કાનમાં ટહુકો કોયલ કરી ગઈ.
અમસ્તી લાગણીને કાં તું કાપ,
મને તારા હૈયાનું સરનામું આપ.
કહાણી લખતાં કલમ સરી ગઈ,
કાનમાં ટહુકો કોયલ કરી ગઈ.