ગઝલમાં હોય છે
ગઝલમાં હોય છે
1 min
13.6K
અશ્રુઓ ઝળહળ ગઝલમાં હોય છે,
શબ્દનાં વાદળ ગઝલમાં હોય છે.
જળ તરસથી છટપટે આખો કુવો,
હાંફતા મૃગજળ ગઝલમાં હોય છે.
ક્યાં ખીલે છે ઝાંઝવાઓથી સ્મરણ,
એટલું ઝાકળ ગઝલમાં હોય છે.
મૌન થઉં તો ભીંજવી દેતું ભીતર,
ઝીણું ઝરમર જળ ગઝલમાં હોય છે.
પ્હાડ થીજેલી પીડાનો પીગળે,
એટ્લે ખળ ખળ ગઝલમાં હોય છે,
આ અકથ શબ્દો પ્રગટતા કાગળે,
જ્યાં સ્મરણનું બળ ગઝલમાં હોય છે.
રાતભર પડખું ફરે જે ભીતરે,
વેદનાના સળ ગઝલમાં હોય છે.