આપો
આપો
1 min
1.1K
ગાંઠો કાપો લોહી રોકો પાછી મારી માતા આપો,
ખોઈ ખોળો હું તો રોઉં કોઈ એને શાતા આપો.
આજે એવી મારી રાતો દીઠી ના મેં મીઠી વાતો,
આલમ આખો ધ્રુન્જે એવી મારા નામે ગાથા આપો.
ઓ ઈશ્વર! તુ શાને રોવે ? મારા કર્મો શાને જોવે?
તારા પાપો મારા નામે પાછી હૈયે આતા આપો.
દાબો છાની બાધા દાબો, દેવો ને એક સજા આપો!
રોઈ રોઈ ને થાકી છે એને સારી દાતા આપો.
કોરો કાગળ ને ભાગ્યમાં સારી એવી શાહી લાવો
ધર્મો ગાયે મારી આભા - વાતો ને યશગાથા આપો