Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Others

3  

Mukesh Jogi

Others

આપી દે

આપી દે

1 min
6.6K


ફૂલને તું સુવાસ આપી દે,

મારો પાછો અવાજ આપી દે.


દોસ્ત ગઈકાલ જે હતો મારો,

સિંહનો એ મિજાજ આપી દે.


આજ ઊભો છું આયનાં સામે,

આંખમાં એ ઉજાસ આપી દે.


હાથ જોડી ફરી નહીં આવું,

તું પરત સૌ સવાલ આપી દે.


બાદ કર એક બે પ્રસંગોને,

શેષ વધતો હિસાબ આપી દે


પૂજવા મારે તો નથી પથ્થર,

ભીતરી એ પ્રકાશ આપી દે.


હાથથી છૂટતાં રહ્યાં "જોગી"

શ્ચાસ ને ઉચ્છવાસ આપી દે.


Rate this content
Log in