Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narendra Chauhan

Others

3  

Narendra Chauhan

Others

હૃદયનાં એ દર્દની વાત લઇને આવ્યો છું

હૃદયનાં એ દર્દની વાત લઇને આવ્યો છું

1 min
6.8K


હૃદયનાં એ દર્દની વાત લઇને આવ્યો છું,

ભગ્ન શમણાંઓની જમાત લઇને આવ્યો છું.

 

એકલો ન પડું મહેફિલમાં એટલે આજે,

તાજા મળેલ 'ઘા'નો સંગાથ લઇને આવ્યો છું!

 

સમસ્યાઓના ભારથી નમાવ્યો ઘણો તેં પ્રભુ ,

કેટલો ઝુકયો? તેનો હિસાબ લઇને આવ્યો છું.

 

છિન્નભિન્ન કરવામાં બાકી ન રાખી કસર,

તોય લાગણીની ખુલ્લી કિતાબ લઇને આવ્યો છું.

 

જોઈ ન શકે નિતરતા આ પાંપણને કોઈ,

અંધકાર માટે આખી રાત લઇને આવ્યો છું.

 

                                              

 

                                                                                                                                                                       


Rate this content
Log in