Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

2.3  

Shaurya Parmar

Inspirational Others

રણ

રણ

1 min
390


દુઃખી થવાના અનેક કારણ મળ્યા, 

જ્યાં જ્યાં ગયા બધેજ રણ મળ્યા,


જે સંતાપો થકી આંખો વરસી તમારી, 

એ તેમને પણ મળ્યા, અમને પણ મળ્યા,


સાવ એકલો બેઠો ગણતો હતો જો, 

મને ખૂણેખૂણે સપનાના કણ મળ્યા,


આમ એકદમ ભૂલાય તો નહીં જ કોઈને, 

આંખો બંધી કરી ત્યાં યાદોનાં ધણ મળ્યા,


હોવું ના હોવું, મતલબ નથી હોતો જીવનમાં, 

નથી એ છતાં પણ, મને એ ક્ષણેક્ષણ મળ્યા,


કેટલીય યાદો સંકોરી લખી આ કવિતા મેં, 

પણ આ મનને વાંચનારા સાવ અભણ મળ્યા,


મારું કોણ છે ? આ જગતમાં વિચારતો હતો, 

આંખોએ જોયું સામે અને સામે દર્પણ મળ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational