Harshida Dipak

Others


2  

Harshida Dipak

Others


હાલને સૈયર ગામડે જઈએ

હાલને સૈયર ગામડે જઈએ

1 min 6.5K 1 min 6.5K

રણઝણતો રાહડો ગાવાને હાલને સૈયર ગામડામાં જાઈએ ...

ખળખળતા ઝરણામાં ન્હાવાને હાલને સૈયર ગામડામાં જાઈએ ...

ડેલીએ બેઠેલ ઓલા ડાયરામાં 

મોભીનો માભો શું લાગશે ,

ધોળાફૂલ કેડિયામાં, ચોરણીમાં , 

મૂછોમાં મરકંતો ભાભો શું તાગશે,

ઘૂંઘટમાં શરમાતાં નેણોનાં તીર

લીલી મહેંદીનો રંગ લાલ લાગશે ,

આંખ્યું નચાવીને ગીત નવાં ગાવારે

રાહડામાં રંગ નવો જામશે ,

ભાત્યુંના થાપાને અડવાને .... ધબકંતા ટહુકાને લેવાને ....

હાલને સૈયર ગામડામાં જાઈએ ...

રણઝણતી ઘૂઘરિયું પગમાં 

ઝમકંતી હેમની હેલ ઝીણું બોલે ,

ચસચસતી ચોરણીને આંટિયાળી 

પાઘડીમાં બાંકો જુવાન કેવો ડોલે 

શેઢે ઊગેલ પીળા રાયડાનાં ફૂલ 

કાંઈ ઝમ્મક ઝમ ચડતાં ઈ ઝોલે  

લીલી વનરાયુંમાં આવીજા ફરવાને 

વનરાયું વાત બધી ખોલે ,

દલડાની વાતુંને ભરવાને ....માટીની સોડમમાં ફરવાને .....

 હાલને સૈયર ગામડામાં જાઈએ ...


Rate this content
Originality
Flow
Language
Cover Design