Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ઓ શ્યામ

ઓ શ્યામ

1 min
6.8K


ન લડાવો લાડ, તમે ઓ શ્યામ,
છે કેટલા બાકી, અમારે તો કામ.

તમને તો નથી કોઈ કહેનાર,
પણ અમારે તો છે વઢનાર,
ભલે રહ્યાં તમે સૌનાં દિલ ચોરનાર,
પણ આજે અમે નથી કશું આપનાર.
કરું છું તમારી હિંમતને સલામ,
ન લડાવો લાડ, તમે ઓ શ્યામ.

જ્યારે જ્યારે એ વાગતી,
દિલને એ પાગલ બનાવતી,
પારિજાતનાં ખુશ્બુદાર પુષ્પો ખિલાવતી,
સાથે મીઠાં મધૂરાં સ્વરોને રેલાવતી,
એ વાંસળીને આપો થોડો વિરામ,
ન લડાવો લાડ, તમે ઓ શ્યામ.

વ્રુંંદાવનમાં તમે રાસ રચાવ્યો,
સૂનો આખો વગડો ગજાવ્યો,
રંગબેરંગી પીંછા વડે એને સજાવ્યો,
સુંદર કેવો મનભાવન માહોલ જમાવ્યો,
લઈ લો, હવે તમે જરીક આરામ,
ન લડાવો લાડ, તમે ઓ શ્યામ.

બધી ગોપીઓનાં છો વહાલા,
વ્રુન્દાવન આખાના છો દુલારા,
વરસાવી વહાલ દિલ 'જશ' સૌનાં જીત્યા,
પામવાને પ્રેમ તમારો કેટલા જુગ વિત્યા,
તમે તો છો સૌનાં પ્યારા ઘનશ્યામ,
ન લડાવો લાડ, તમે ઓ શ્યામ.

ન લડાવો લાડ, તમે ઓ શ્યામ,
છે કેટલા બાકી, અમારે તો કામ.


Rate this content
Log in