Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Romance

2  

Kiran shah

Romance

એકવાર આવીને કહી જા

એકવાર આવીને કહી જા

1 min
257



એકવાર આવીને કહી જા...

હા!

એકવાર...

મન નથી જ માનતું...

કેમ માને?


જયારથી મળ્યા ત્યારથી...

તારા મેસેજથી સવાર પડતી...

રાતના ચાંદ અવતરતો...

પણ મને તો...

મારો ચાંદ યાદ આવતો.

સાંજ પડે ને અટારીમાં આવતી...

રોશનીથી નહાતું આ શહેર

દૂર સુધી ફેલાયેલ...

લોકોની વ્યસ્તતા વચ્ચે

અજાણ્યા ચહેરાના જંગલમાં

તારી અણસાર શોધ્યા કરતી...


દૂરથી... 

તને જોઈ...

નયનમાં સાચવીને બંધ કરતી...

સુખનો શ્વાસ ભરતી.


શુભ સવારના મેસેજ સાથે

તારી તસ્વીરથી આંખ ખૂલતી..


ઢગલો તસ્વીરો

મનમોહક અદા...

અને સદા હોઠે રમતું સ્મિત...

એ જોઈ...

હું દિવસ આખો પ્રસન્ન....


પ્રેમની ભરતી મન ભરતી

જીવનની એજ તો અમૂલ્ય ક્ષણો..


અચાનક ...

ના!

ધીરે ધીરે ઓટ આવી...

મન મનાવ્યું 

કે તું મારો જ છે 

અને 

લાગ્યું તું થોડો વ્યસ્ત છે...

પણ..

ના! આતો .....


કદાચ તારા માટે આપણા સંબંધનું કોઈ મૂલ્ય નહીં હોય...


પણ ..

એ સંબંધ શ્વાસ હતો..

જિંદગી જીવવાનું બળ

હવે

જિંદગીભર માત્ર યાદો સાથે જ


એકવાર આવીને કહી દે..

આખરીવાર.....

આવીશ ને?

હું રાહ જોઈશ તારી.......



Rate this content
Log in

Similar gujarati poem from Romance