ઝાડ જાય તો?
ઝાડ જાય તો?
ઝાડ જાય અને જગ્યા થાય,
અલ્યા ઝાડ જાય, તો જગ્યા થાય?
ઝાડ જાય તો છાંયડો જાય,
ઝાડ જાય તો મીઠા ફળ જાય.
ઝાડ જાય તો લીલા પાન જાય,
ઝાડ જાય તો ઠંડક જાય.
ઝાડ જાય તો પ્રાણવાયુ જાય,
ઝાડ જાય તો વરસાદ જાય.
ઝાડ જાય તો ભીંનાશ જાય,
ઝાડ જાય તો આખું થડ જાય.
ઝાડ જાય તો મૂળ જાય,
ઝાડ જાય તો જગ્યા નઈ...
ધૂળ થાય... મારા ભાઈ...