શાને મરકે!
શાને મરકે!
1 min
13.4K
ઓસરીયે ઊભી ને ઓલી.. રૂખડી શાને મરકે!
સામે ઊભો રૂખડો મનડું એ દેખીને મરકે!
છમછમ થાતી ઘુંઘરિયોનો ધીમો ધીમો નાદ
ઘર - આંગણમાં પગલાંનો એ ભીનો ભીનો સાદ
રૂખડીનો એ ટહુકો ભીનો રૂખડાને જઈ અડકે
ઓસરીયે ઊભી ને ઓલી.. રૂખડી શાને મરકે!
ઘમ્મરવલોણાં એવા ઘુઘવે માખણ નીતરી જાય
ભાતીગળ ઓઢણિયે એનું જોબનીયું છલકાય
ગમતીલા ગીતો ગાવાને રૂખડી - મન માલીપા થરકે
ઓસરીયે ઊભી ને ઓલી.. રૂખડી શાને મરકે!
રઢિયાડી રાતોમાં ઓલો ચાંદલિયો ચમકંતો
વાંસલડીના સૂર ગજાવી સાંવરિયો મરકંતો
છલક છલકતી ગાગરડીમાં રૂખડો - રૂખડી છલકે .
ઓસરીયે ઊભી ને ઓલી.. રૂખડી શાને મરકે!