Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Shukla

Tragedy

3  

Smita Shukla

Tragedy

વૃક્ષ-વેલી સમાધાનના

વૃક્ષ-વેલી સમાધાનના

1 min
6.9K


 

 હું અને તમે

અર્થ - ધર્મ - કામ - મોક્ષ ચોરીના ચારફેરા ફર્યા

સપ્તપદીના સાત સાત વચનોથી બંધાયા આપણે

  અગ્નિસાક્ષીઅે

પાણીની અંજલિ આપી હસ્તમેળાપ થયો

    અગ્નિસાક્ષીઅે

પિયરની પાલખી માયા,

મમતા, સખી-સહિયરો, મિત્રોનો

સંગાથ પ્રેમ લાગણી હોમાયા

 અગ્નિમાં માંડવાની સાક્ષીઅે

     અગ્નિસાક્ષીઅે

અતુટ બંધન વિશ્વાસ શ્રદ્ધાનો દીપ પ્રગટાવી પ્રથમ પગલું ભર્યું

   જીવન સફરનું

પ્રથમ રાત્રિનો અંધકાર

આશા-અરમાનો કુંવારા સપનાઅો

   લજ્જા 

ને પ્રથમ મિલન..

  પણ

અેક જ વાક્ય ફક્ત અેક જ, ને

કુંવારા સપનાનો મહેલ તુટી ગયો

  પત્તાંના મહેલ જેમ

કારણ તો તમે સમજવાની કોશિષ 

 કરી જ નહીં

હું વીસની તમે સતાવીસના

હું ચંચલ તમે ગંભીર 

હું બિંદાસ તમે સંકુચિત માનસના

છતાં આપણે વૃક્ષ-વેલી

લડાઈ ઝગડા નફરત બદલાની ભાવનારૂપે 

વેરાન બાગમાં ફૂલ ખીલ્યા ત્યારથી

તમે સમાધાનનું વૃક્ષ ને હું સમધાનની વેલી

આજે પાંત્રીસ વષોની સફર તોય

અેજ લડાઈ ઝઘડા નફરત ને બદલાની ભાવના

ને સજાની તજવીજ તમારી 

    છતાં

અેક જ છત નીચે સપ્તપદીના વચનોને માન્યતા આપી

 બંધાયેલા આપણે

સમાધાનના વૃક્ષ ને વેલી

  હું અને તમે


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy