Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kiranjogidas Oghani

Others

4  

Kiranjogidas Oghani

Others

શોધી આપો

શોધી આપો

1 min
13.4K


આંગણાનુ્  ઝાડ આજ  કાઢે  બળાપો,
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો.    

 કેવાં  દિવસો  હતાં  શું  રે  કહું!   
ચકલી મારામાં ને હું ચકલીમાં રહું  
ઝાડ થઈ ચકલી હિલ્લોળા લેતી 
 ને ચકલી થઈ કલબલ કર્યા કરું હું.

દિવસો  એ મજાના  કોઈ  ખોળી આપો,
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો.   

ઘડીમાં આભે તો ઘડીમાં ઠેકાણે      
 આભ અને ઝાડનો સેતુ જાણે     
તડકા  છાંયાનું  રમકડું  લઈને  
રમતી'તી ડાળીનું બાળકડું જાણે

કોઈ વાયરામાં એનો કલરવ ઘોળી આપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો   

કરતી'તી માળો એ મારે ખોળે    
પણ વસતુ'તું હુ જઈ એની સોડે      
હવે એના વિનાં કોણ ખુંદે મને        
એના વિનાં કોણ કલરવ ઢોળે

મને પાછી એ ચકલીઓની ટોળી આપો,
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો.


Rate this content
Log in