Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

2  

Harshida Dipak

Others

વરસાદી સપનું

વરસાદી સપનું

1 min
6.5K


સપનામાં બાઈ હું તો એવી મુંજાણી કે યાદોમાં ન્હાતું પરભાત
નિંદરની સોંસરવા ઝબકીને જોયું તો શોણલાં સરીખી થઈ જાત
 
લીલુડાં કમખામાં ગહેંકે છે મોર જાણે ધરતીને દેતો કંઈ સાદ
ઓલી’પા ઘુઘરિયે ઘમકે ઉન્માદ જાણે
આછેરો આવે છે નાદ 
માલીપા મનડું યે મ્હેકીં ઉઠયું ને પછી ઉગી હથેળીમાં ભાત
સપનામાં બાઈ હું તો..
 
પાદરેથી પડઘાતું હૈયામાં અથડાતું
યૌવનનું કેવું આ ગીત 
અધખુલ્લી આંખોને ઊગે છે પંખો
સાવ નોખું પડતું આ સંગીત 
હેલ્લારે ચડ્યું છે મનનું આકાશ સુરજના અશ્વો લઈ સાત
સપનામાં બાઈ હું તો..


Rate this content
Log in