Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harsh Bhrambhatt

Others

4  

Harsh Bhrambhatt

Others

એમ ના સમજો

એમ ના સમજો

1 min
14.1K


એમ ના સમજો નયન સધ્ધર નથી
રાહ જોવાની હવે ઉંમર નથી

એમને પણ એ કરે છે દંડવત
જેમના પ્રત્યે કશો આદર નથી

દ્વાર સુંદર જોઈને ઈર્ષ્યા ન કર
એના દરવાજાની પાછળ ઘર નથી

લોહી પડછાયાઓનું ઊકળી ઉઠ્યું
વાદળે પૂછ્યું, 'સૂરજ કાયર નથી ?'

એ ગમે ત્યારે ગબડવાનો જ છે
એના રસ્તામાં કોઈ ઠોકર નથી

હું તો આ સમજણથી માલામાલ છું
છે બધું પણ આપણી ખાતર નથી

કેટલું વાતાવરણ પાવન છે 'હર્ષ'
આ નગરમાં કોઈ પેગમ્બર નથી


Rate this content
Log in