Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

3  

Megh Bindu

Others

શોધ

શોધ

1 min
13.7K


જન્મોજનમની આપણી સગાઇ,

હવે શોધે છે સમજણની કેડી.

આપણાં અબોલાથી ઝૂર્યા કરે છે,

હવે આપણે સજાવેલી મેડી.

 

બોલાયેલા શબ્દોનાં સરવાળા બાદબાકી,

કરતું રહ્યું છે આ મન,

પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે

છે કેવું આપણું જીવન.

 

મંજિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં

વિસ્તરતી જાય છે આ કેડી

આપણાં અબોલાથી ઝૂર્યા કરે છે,

હવે આપણે સજાવેલી મેડી.

 

રંગીન ફૂલોને મેં ગોઠવી દીધાં છે તેથી

ખીલેલો લાગે આ બાગ,

ટહુકાને માંડમાંડ ગોઠવી શક્યો, પણ

ખરી પડયો એનો એ રાગ.

 

ઊડતાં પતંગિયાઓ પૂછે છે ફૂલને!

તારી સુગંધને ક્યાં વે'રી

જન્મોજનમની આપણી સગાઇ,

હવે શોધે છે સમજણની કેડી


Rate this content
Log in