Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
.  સદગુરુ
. સદગુરુ
★★★★★

© Vijay Jadav

Inspirational

1 Minutes   6.3K    2


Content Ranking

મારા આ મનડાને કોઈ તો મનાવો ભાઈ રે;

મોહ માયામાંથી કોઈ તો ઊગારો ભાઈ રે.

થાક લાગ્યો છે હવે ભાડાના આ આવાસમાં,

ક્યાંથી આવ્યો છું હું અસલી ઘર બતાવો ભાઈ રે.

વેદના ઊપડી છે પારાવાર, તેડાવો હવે-

વૈદડા, વાગ્યા ઉપર ઓષડ લગાવો ભાઈ રે.

બહુ કરી લીધી સફર આ કિંમતી ખોખા મહીં;

થાક મારા માયલાનો કોઈ ઉતારો ભાઈ રે.

ડૂબવા લાગ્યો છે માયાસાગરે આ જીવડો;

આરે ભવસાગરમહીંથી કોઈ તારો ભાઈ રે

.

સદગુરુ સાચા મળીયા 'ને 'વિજય' બોલ્યા પછી,

નહિ મળે પાછો આ જનમારો, સુધારો ભાઈ રે.

સદગુરુ માયલો ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..