Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

પહેલો પ્રેમ

પહેલો પ્રેમ

1 min
13.6K


બાળકે પહેલો પ્રેમ અનુભવ્યો એની જનેતાનો,

મીઠો ચીમટો ગાલે ભરી,

ખંજન નીતરતા ગાલે ચૂમી ભરી,

ને મસ્તક સૂંઘતી મા,

રહી અવિસ્મરણીય બાળ માટે,

પહેલા પ્રેમનો અહેસાસ કરાવી ગઈ,

ઇશ્વર વતી જાણે પોતે પ્રેમ કરી ગઈ.


બુનિયાદ જેની નિઃસ્વાર્થ,

ન કોઈ અપેક્ષા,

નિર્વ્યાજ, નિર્મળ અને નિર્ભેળ પ્રેમ,

જેમાં ખુદ પરમાત્માની અનુભૂતિ.

એ પછી તો,

બીજો, ત્રીજો, એમ કેટકેટલી કહેવાતા પ્રેમની થૈ અનુભૂતિ.


પણ સઘળે,

યાચના, વાસના, પામવાની વૃત્તિ.

ખરેખર, મા તારો પહેલો પ્રેમ,

અતુલ્ય છે, અનન્વય છે.

અવિસ્મરણીય છે.

મા તને કોટિ કોટિ વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational