Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Patel

Drama

5.0  

Ramesh Patel

Drama

વેરાયાં વ્હાલ

વેરાયાં વ્હાલ

1 min
473


અહો ! વેરાયાં વહાલ શું વસુંધરાએ?

માવતરની મમતા બની જગે રમે

પ્રેમ રસ ઉરે ઝરે ઝરે,—

ને વાત્સલ્યથી નયનનાં નેહ ભીંજવે


વસતે ખીલ્યું વૃક્ષ ઝૂમતું

જાણે ગુલાબી શ્વેત સુમનથી મઢ્યું

પુષ્પ પતંગિયાની દીઠી રમતું,

શું આ જ છે યૌવનની રસિક પ્રીત્યું?


છલકાવી પ્રેમ પ્રકૃતિ સઘળે હસી

વર્ષા ભીંજવે ઝણઝણાવી પ્યારથી

પ્રેમની વાત છે ગહન ઊંડી

ઝીલે સજન હૈયે મસ્તીથી પ્રીતિ


પ્રેમ છે અનુભુતિ, વાતોમાં કેમ જડે?

પ્રેમ છે ધૂપસળી, જલે તો સુગંધી મળે

સાકરનો સ્વાદ વર્ણનથી ના ખીલે

પ્રેમમય ઈશ્વરથી જ આ જગત નભે.


Rate this content
Log in