Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsha Dave

Others

3  

Harsha Dave

Others

માઁ

માઁ

1 min
13.8K


બધે ખોટ વરતાય એ છાંયડાની;
નથી છત્રછાયા હવે ક્યાંય માઁની;

ફળીનો ઝૂલો પણ નમાયો થયો છે,
હવે ઠેસ કોની ઉંચે લઈ જવાની.

કરી નેજવું વાટ જોતી અમારી,
હજી આશ અમને રહે ને જવાની.

મળસકે જ દિ' ઉગતો માઁ હતી તો,
હવે ઘર મહીં રાત અંધારવાની.

અમે એટલા કાંઈ પગભર નથી,માઁ!
ભીની આંખ પાલવ હજી શોધવાની!

 

                  


Rate this content
Log in