એક વાત
એક વાત
1 min
6.9K
હૈયામાં છુપાયેલ વાત એક,
કેમ કરું વ્યકત એ વાત એક.
કહેવા માગું ને હોઠ ચુપ રહે,
નયનોથી કહેવાયેલ વાત અેક.
સ્વપ્નવત મિલનની, ઝંખના રહે,
આકાશ કુસુમવત, બની વાત એક.
ચાહતને હૈયામાં સંઘરી રહે,
માગું એવી સૌગાદની વાત એક.
નિયતિ અે ખેલ્યો ખેલ, કૈ યાદ રહે.
"કાજલ"નું અસ્તિત્વ જ તું, વાત એક.