Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Inspirational Others

3  

Nisha Shah

Inspirational Others

દળવાદળની સવારી

દળવાદળની સવારી

1 min
302


જો જો જો જો દળવાદળની સવારી ચડે ગગને,

જો જો કયાંક કાળાં વાદળ ચડે છે નભે,

દૂર દૂર વનમાં કરે છે મોર કેકારવ !

આંબા ડાળે કોકિલા કરે રે કુંજન !

કૂવાપાળે દેડકા કરે ડ્રાઉં ડ્રાઉં !

લાગે છે આવી રહી છે મેઘરાજાની સવારી.


જો જો સૂણ હવામાં ભીનોભીનો વાયરો,

જો જો ઝબૂકે ગાજે ક્યાંક વીજરાણી !

દૂર દૂર આકાશે કોણ કરે ધડાધડ ?

ડુંગરાની ધારે દોડે છે ગાયોનાં ધણ !

આભ આરે ઊંચે ઉડે પંખીઓના ઝુંડ!

લાગે છે આવી રહી છે મેઘરાજાની સવારી.


જો જો વરસી રહ્યો મેહુલિયો આજ,

જો જો ઝરમર શ્રાવણિયાની ધાર !

દૂર દૂર વરસે જાણે મુશળની ધાર !

નદી નાળા ઝરણાં દોડે વેગે અપાર !

જો જો આવી ગઈ મેઘરાજની સવારી.


વરસી રહ્યો મેઘરાજ થઈને પ્રસન્ન !

ધરણી પણ હસી ઉઠી કરીને મિલન !

લીલીછમ ઓઢણી ઓઢી નાચી ઉઠી,

મેઘરાજનાં સ્પર્શે મહેંકી ને ફોરી ઉઠી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational