Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Romance

2.0  

Shaurya Parmar

Romance

ક્યાં?

ક્યાં?

1 min
6.7K


રડ્યા છો તમે, તો હું પણ હસ્યો છું ક્યાં?
જુઓ આપ માંહી, હું બીજે વસ્યો છું ક્યાં?
 
આંખોથી લાગણીનો વરસાદ જોયો મેં 
પરોઢે ઝાકળનો વરસાદ, તમે જોયો છે ક્યાં?
 
આમ સાચા થઈ જાવ છો, તમે તો રડીને,
પણ આવી રીત અનેરી, હું શીખ્યો છું ક્યાં?
 
ગુસ્સો અમાપ અને પછી પ્રેમ મુશળધાર 
આવી બેવડી રાજનીતિ, હું રમ્યો છું ક્યાં?
 
ગમવા, ના ગમવાનું હવે બાજુ પર મૂકી દે 
ઓલી ભરતીથી દરિયો દુર રહ્યો છે કયાં?
 
જોઈ ઉપર કસમ ખાવાની ટેવ છે તમારી 
હું પણ સાચો છું, એટલે જ મર્યો છુ ક્યાં?
 
રડ્યા છો તમે, તો હું પણ હસ્યો છું ક્યાં?
જુઓ આપ માંહી,  હું બીજે વસ્યો છું ક્યાં?
 


Rate this content
Log in