Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

શ્ચાસ પણ ચાલુ છે

શ્ચાસ પણ ચાલુ છે

1 min
13.8K


ધડકે છે હજુ હ્રદય ને શ્ચાસ પણ ચાલુ છે,

જીવે છે શરીર એટલે નાળ પણ ચાલુ છે.

માહ્રલો તો મરી પરવાર્યો છે કયારનો જોને, 

ભટકી રહ્યું છે જે, એ પીંજર પણ ખાલુ છે.

કરે છે માનવ અહંકાર જેનો જુઓને કેવો;

એ રૂપ ને રૂપિયાનું અભિમાન પણ ઠાલુ છે.

કણસી રહી છે આ કુળ-કપટ જોઈને કેવી, 

માનવતાને જો એના અંતર પર પણ છાલુ છે.

સુવર્ણ ઈતિહાસ સ્વદેશનો ભૂલી ભણાવે, 

ભણતર વિદેશનું આ શિક્ષણ પણ નિરાલું છે.

ખટકે છે અમોને તો ખુમારી વગરના જગતમાં, 

છતાંયે જીવવું પડે શું થાય જીવન પણ સાલું છે.

સંસ્કૃતિ,સંસ્કાર ને શરમ ભૂલી 'સતીષ' જો,

ઉભરી છે બેહદ લાગે આ જાત પણ કાલુ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational