Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kirti Rathod

Others

3  

Kirti Rathod

Others

તું મને કેટલું સમજી?

તું મને કેટલું સમજી?

2 mins
7.0K


એય.. સાંભળ
આજ પ્રશ્ન હતો ને તારો..
 
એક વાત કહું ?
 
હું ક્યાં એટલી સમજદાર કે તને ખરેખર સમજી શકું. પણ મારી સમજ મુજબ તને થોડો ઘણો તો સમજી જ છું.
 
તદ્દન જ અજાણ્યા હતા બંન્ને
વિરોધાભાસી સ્વભાવ અને સમજમાં પણ આભ જમીન નો તફાવત .
તું જ્ઞાનનો ઘુઘવતો સાગર ને હું બિચારું એક મગતરું..
 
તોય વિશ્વની સૌથી અદકેરી લાગણીથી હું તું જોડાયા
રીસાવું,મનાવવું,વઢવું,
ટોકવું, કાળજી લેવી,અબોલા લેવા, ઝઘડવું,હક કરવો..
આ બધું શું છે?
 
આ રસ નીતરતો તારો સ્નેહ જ છે હોં..
અજાણ્યા સાથે કદી ક્યાં આટલો હક કરી શકીએ! જેનાથી જેટલાં લાગણીથી નજીક હોઇએ તેટલાં જ હક પૂર્વક રીસાવાની, મનાવવાની, ઝઘડવાની એક ડિફરંટ ફિલિંગ હોય છે..
 
આંખ ખુલતાં જ યાદ આવે ને બંધ આંખે પણ અનુભવાય તેજ સ્નેહ.
એવી વાત સાંભળી હતી.
પણ અનુભવી ત્યારે જ ખબર પડી કેટલી અલૌકિક અનુભૂતિ છે તારા સ્નેહની..
 
હું બહુ ખુશ હોઉં ત્યારે તો તારી યાદ આવે જ અને મોટાભાગે તારી સાથે હોઉં ત્યારે તો ખુશ જ હોઉં.
 
પણ જયારે કોઈ મુશ્કેલ ઘડી આવે તો તરત જ મન દોડી ને તારી પાસે જ આવવા માંગે. સામાન્ય રીતે આંખ માં અશ્રુ હોય તો મા ની યાદ પહેલી આવે તેની પાસે મન હળવું કરી હૈયુ હલકું થાય..
 
પણ જીવનના આ મુકામે જયારે હું જ મધ્યાંતરે પહોંચી છું ત્યારે બધી જ વાત એની સાથે share કરવી શક્ય જ નથી.
 
એટલે તો દોડી ને તારી પાસે જ આવવાનું મન થાય પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ તારી સાથે ની વાતચીત મને હામ આપે કંઈક અલગ જ કે ફરી હું ઝઝૂમવા સજ્જ થઈ જઉં પરિસ્થિતિ ને...
 
વધુ તો નથી સમજી શકી પણ જેટલું સમજી છું તારા સ્નેહ ને એ જન્મો જનમ જોડાવા માટે પૂરતું છે.
 
તારી.. સ્ટુપીડ તારી સાથે અંતિમ શ્વાસ સુધી જ ને જન્મો જનમ નો સંબંધ ઈચ્છે.
પણ પ્રત્યક્ષતા તો હવે કદીય ન ઈચ્છે!
 
 


Rate this content
Log in