Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Romance Inspirational

3  

Dilip Ghaswala

Romance Inspirational

બારમાસી ગીત

બારમાસી ગીત

1 min
13.8K


આપને આપી મને ઈશે પૂરી કરી મારી માનતા સખી;

આંખો આપની દ્રષ્ટિ અમારી : સપના ખુબ ફળતા સખી.

‘કારતક’ના કામણગારા દિવસ ગણતા સખી;

કોડ મારા એમ પૂરા તમે કરતા સખી.

‘માગશર’ની મઘમઘતી મનહર રાતમાં;

રાત રાણી મોગરાના ફૂલો ઝરતા સખી.

‘પોષ’ની હાડ થીજાવતી ઠંડી શિશિરે;

એક રજાઈમાં સંગ સંગ થરથરતા સખી.

‘માઘ’ની મધ્યાહ્નને અમે ચોર્યા ટહુકા કોકિલ;

પંચમ સૂરે “ટહુકા પાછા આપો” કરગરતા સખી.

ફોરમતા ‘ફાગણ’ના પહેરી છોગાં આવ્યા તમે;

ખુદ થઈ બેહોશ હોશ ઉડાડી નિંદર હરતા સખી.

‘ચૈત્ર’ની બળબળતી ચાંદનીથી જો બદન બળે;

ચંદનનો લેપ લઈ ખુદ અમ સન્મુખ ધરતા સખી.

બળબળતી ‘વૈશાખ’ની ધગધગતી ઉષ્ણ બપોરે;

વારંવાર ડંખીલા શીતળ સ્પર્શથી કનડતા સખી.

‘જેઠ’માસે વટથી વ્રત કરતા અમ સખી સાવિત્રી;

ભજન કીર્તન હરતા ફરતા કરતા સલુણા સખી.

‘અષાઢ’ની મેઘલી ભેજલ રાત્રીના ગાઢ અંધકારે;

વીજ ઝબકારે અચાનક પ્રકટ થઈ ઝળહળતા સખી.

'શ્રાવણ’ની એક ધારે એકધારું ભીંજવતી મેઘ કન્યા;

મનમાં મન પાંચમનો મેળો રચી મહાલતા સખી.

‘આસો’માં અવસરના આસોપાલવ બારસાખે બાંધી;

શક્તિ રૂપેણ કુમ કુમ પગલે અમ ઉરે સંચરતા સખી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance