Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જાણે જોયા જ કરુંં
જાણે જોયા જ કરુંં
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.7K    5


Content Ranking

થાય છે જોઈને તને કે જાણે જોયા જ કરુંં,
આંખોના દરિયામાં તારા આમ ડૂબ્યા જ કરું.

કેવો મળ્યો છે, સરસ મજાનો પ્રેમ મને તારો,
કાફી છે, મળ્યો છે જે ખજાનો ચાહતનો તારો,
બાકીનું છે બધું તે પછી, ભલેને ખોયા જ કરુંં.
આંખોનાં દરિયામાં તારા, આમ ડૂબ્યા જ કરું.

લપાઓ છો કેવાં તમે, રોજ બાથમાં અમારી,
જાય છે દિવસો પણ કેવા, સરસ સાથમાં તમારી,
જૂનું કરીને યાદ પછી, શા માટે રોયા જ કરું.
આંખોનાં દરિયામાં તારા, આમ ડૂબ્યા જ કરુંં.

મળ્યો છે પ્રેમ તમારો ને મળી છે ખુશીઓ કેવી!
રોજ આમ જ લહેરાતા તમારા પાલવ જેવી. 
હવે તો લગાડીને ગળે એને, આમ ફર્યા જ કરુંં.
આંખોના દરિયામાં તારા, આમ ડૂબ્યા જ કરું.

જોઈ છે ઘણી વાટ, ત્યારે મળ્યું છે આ ટાણું,
લાગે છે સ્વપ્ન સરીખું, 'જશ' મિલન આ આપણું,
છોડી બધું મીઠાં સ્વપ્નોમાં રોજ આમ સર્યા જ કરુંં.
આંખોના દરિયામાં તારા, આમ ડૂબ્યા જ કરુંં.

થાય છે જોઈને તને કે જાણે જોયા જ કરુંં,
આંખોના દરિયામાં તારા આમ ડૂબ્યા જ કરુંં.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..