Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પસ્તાયા છે
પસ્તાયા છે
★★★★★

© Harsh Bhrambhatt

Others

1 Minutes   13.9K    4


Content Ranking

વખત જોઇને વંકાયા છે,
પેટ ભરીને પસ્તાયા છે.

આગ હશે આ કેવી લાગી?
દાઝેલા પણ હરખાયા છે.

ગંગાકાંઠે બુદ્ધિ બગડી;
મૃગજળ પાછળ ભરમાયા છે.

જ્યાંથી જ્યાંથી જાત ઢાંકતા,
ત્યાંથી બમણા દેખાયા છે.

હર્ષ હતા એ આંખોવાળા,
અજવાળે જે અથડાયા છે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..