મૌન
મૌન
અસહય છે તારી મૌનની ભાષા....
તારી આંખોમાં મારૂં એ મૌન..
મારી આંખોમાં તારૂં એ મૌન..
છૂપ્યું ના રહે તારૂં આ અકળ મૌન..
હવે તો મૂંગુ ના રહેવું પરવડે પારેવડાં,
કાંઈક તો હવે બોલ...
અમથું અમથું રીસાઈ જવાની,
આ રીત લાગે પ્યારી પણ,
અતિ અઘરી મૌનની ભાષા,
નજીક આવે તો કાનમાં કહું,
જો હોય તારી હા,
તો પ્રેમનો અક્ષર પાડું.... હા.