Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jaydip Bharoliya

Tragedy

3  

Jaydip Bharoliya

Tragedy

કોણ સમજે છે?

કોણ સમજે છે?

1 min
547




નદી ક્યાં સમુદ્રની ગહેરાઈને સમજે છે?

શાંત પડેલાં રસ્તાંને પણ કોણ સમજે છે?


પાંદડુ ખરી જવાનું દુ:ખ ઘણુંયે છે

પણ, આવતી કુંપળોને કોણ સમજે છે?


વરસાદ વરસી સમસ્ત પાણી રેલાયું છે

પણ, ભીની માટીની સુગંધને કોણ સમજે છે?


પ્રેમ કર્યો અપાર, એ માતા એ

પણ, એ માં ની વેદનાને કોણ સમજે છે?


ભીંજાય છેક હૈયાંથી, એ પ્રેમથી,

ઝાકળથી પણ ભીંજાવાય એ કોણ સમજે છે?


લાગણીઓના અતૂટ દોરા એ તોડી નાખે છે

બજારમાં એ વેચાતી નથી, એ કોણ સમજે છે?


Rate this content
Log in