Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ashish Aghera

Others

2  

Ashish Aghera

Others

એક દિવસ હું પણ!

એક દિવસ હું પણ!

1 min
1.3K


જંગલના આડેધડ રસ્તા પર પડેલું
ઝાંખું પડી ગયેલ, પીંખાઈ ગયેલ કાયાવાળું
-એક મોરપીંછ..

એના ચિંથરેહાલ વેશમાં કંઈક વ્યથા હતી.
નીચે વળી એને હાથમાં લઈ પંપાળ્યું,
અવાજ દઈ હળવેથી એને જગાડ્યું!
પૂછ્યું કે આ કેવી રીતે થયું?

એ રડવા માંડ્યું,
મેઘધનુષ રડતું જાણે આભમાં એવું દ્રશ્ય સર્જાયું.
આટલું થયું ને એ મુરજાયું..

હા! તેને સાચવીશ હું.
એ જીવશે ત્યાં સુધી.
શું ખબર? એક દિવસ હું પણ!


Rate this content
Log in