Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 મનખા
મનખા
★★★★★

© Harshida Dipak

Others

1 Minutes   7.0K    7


Content Ranking

પંડ ખીલે ને પંડ પાંગરે કળતર જેવું ભારણ મનખા
જીવન થોડું ઘણી ઉપાધિ વળતર જેવું ભારણ મનખા
 
માળાના મણકાંને ફેરવ ફેરવ કરતાં વીતી જાતું વરણાગી 
બુઠું, બરછટ ને કાંટાળું જીવતર જેવું ભારણ મનખા
 
પીડા, પાટા, દર્દ સામટાં દવા કોણ દેવાનું એની?
ઘૂંટ ઘૂંટમાં ક્ષીણ થતું ભૈ ગળતર જેવું ભારણ મનખા
 
મર્મ પામવા મન બોલે છે ખુદની ઓડખ કરવા દોડો 
વચમાં સ્તંભ સરીખુ અસ્થિર નડતર જેવું ભારણ મનખા
 
ક્યાંથી ક્યાં આ દીપક ઝળકે જ્યોત જલે છે ઝળહળ 
અંધારે પણ ઉજળા થાવા જળતર જેવું ભારણ મનખા

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..