Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

વાદળોની સવારી.

વાદળોની સવારી.

1 min
174


એ દ્રશ્ય પર નજર પડતાં

આંખ ચોળી શું આ સત્ય ?


અજબ દ્રશ્ય હતું નજર સામે,

વૃક્ષો પર ઉગ્યા કે ઉતરી આવ્યા,

શ્વેત રૂ જેવાં વાદળો,


વાદળોની પાર ઉડતાં વિહંગો,

અદ્ભૂત કુદરતની કરામત,

આ અદ્ભૂત ક્ષણો,

વાદળોની આરપાર થઈ.


આભ પર પહોંચવા,

એક સીડી મૂકી,

હળવે હળવે પગથિયાં ચડી

પહોંચી ગયો વાદળો પર.


જાણે વાદળોની સવારી

અને જાણે 

મળ્યો સ્વર્ગનો દરવાજો.


પણ,

એતો ભાગ્યશાળી જ 

ખોલાવી શકે ને ?


આતો કુદરતની કરામત,

માનવ સહજ કુતૂહલથી,

આભે ચડી જોયો,

દુનિયાનો નજારો,


અચાનક,

પગથિયાં ઓગળ્યા હવામાં,

અને મન થયું,

જો વિહંગો સાથે,

ઊડું વિહંગ બની,


હા ! તો.. તો...

ત્યાં તો..

ધડામ.. અવાજ સાથે

થયો ધડાકો,

ખાટ પરથી નીચે,

અને આંખ પીડા સાથે ખૂલ્લી.


ઓહ!

આતો સ્વપ્ન હતું,

જો એ સાચું પડે,

પડી શકે ?


Rate this content
Log in