આપો છો
આપો છો
1 min
1.1K
સુરજને ઢાંકવા,વાદળ આપો છો,
ભુલેલા કોઈને કાગળ આપો છો.
ડુબી જો જાય આંખોમાં આંસુઓ
મધરાતે કેમ ઝાકળ આપો છો
આવું જો થાય તો નિભાવી લેજો,
ફુલો સાથે રહી, બાવળ આપો છો.
સાથે આવી ઉભા છે નોખા રસ્તા,
રાખી બંધ દ્વારને, સાંકળ આપો છો
સુકાયેલા પર્ણો, અને ગ્રીષ્મ ઋતુઓ
મનની લીલોતરી ડાળ આપો છો.
-કલ્પેશ સોલંકી "કલ્પ"