Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કોલેજની પેલી કેન્ટીન
કોલેજની પેલી કેન્ટીન
★★★★★

© Mariyam Dhupli

Others

1 Minutes   6.8K    7


Content Ranking

કોલેજ ની પેલી 'કેન્ટીન' આજે બહુ યાદ આવી,
મિત્રો સાથે જમતા હતા.
એ 'સમોસા' ને 'કચોરી' બહુ યાદ આવી.

ઠઠ્ઠા મસ્તીની જ્યાં સભાઓ ભરાતી, 
દરેક ચિંતા જ્યાં ક્ષણ માં હળવી થઇ જાતી,
એ કહેતા હું સાંભળતી હું કહેતી એ સાંભળતા;
મિત્રો સાથે શબ્દોની એ આપ-લે બહુ યાદ આવી.

કોલેજ ની પેલી 'કેન્ટીન' આજે બહુ યાદ આવી,
"ચાલો ને 'બંક' મારી લઈએ.."
નીડરતાની હાકલ યાદ આવી.
"નહીં.. નહીં.. પરીક્ષા માથે!"
જવાબદારીની ટાપસી યાદ આવી 

'ઝેરોક્સ'ની કોપીઓ ઉપર ફરતી 'માર્કર' પેનો,
'શું પૂછાશે, શું નહીં..' પરીક્ષાની એ આગાહીઓ બહુ યાદ આવી.
કોલેજની પેલી 'કેન્ટીન' આજે બહુ યાદ આવી.

કોઈની મમ્મીની 'વેરમી'
તો કોઈની મમ્મીની 'ખમણી'
ક્યારેક ઘરેથી પણ લઇ આવેલ એ 'ડબ્બાઓ'ની બહુ યાદ આવી.
કોલેજની પેલી 'કેન્ટીન ' આજે બહુ યાદ આવી.

હસતા હસતા લડી પડતા,
ને લડતા લડતા હસી પડતા.
ક્યારેક ગુસ્સો ક્યારેક પ્રેમ, પરિપક્વતાની એ ઉણપ આજે બહુ યાદ આવી.
કોલેજની પેલી 'કેન્ટીન' આજે બહુ યાદ આવી.
મિત્રો સાથે જમતા હતા એ 'સમોસા' ને 'કચોરી' બહુ યાદ આવી.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..