Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અહીં પણ અને ત્યાં પણ
અહીં પણ અને ત્યાં પણ
★★★★★

© Hanif Sahil

Classics Inspirational

1 Minutes   13.5K    5


Content Ranking

ઘેરાયેલી મધરાત, અહીં પણ અને ત્યાં પણ,

આ કારમું એકાંત, અહીં પણ અને ત્યાં પણ.

સરખી ઉભયની લાગણી, સરખો ઉભયનો પ્રેમ,

છે દર્દ આત્મસાત, અહીં પણ અને ત્યાં પણ.

હું છું અગર વ્યાકુળ તો એ પણ છે બેકરાર,

આંખોથી અશ્રુપાત, અહીં પણ અને ત્યાં પણ.

આ કાલ રાત વીતશે, પૂરો થશે વિયોગ,

થાશે ફરી પ્રભાત, અહીં પણ અને ત્યાં પણ.

સંયોગવશ થવું પડ્યું એ મોડ પર અલગ,

જીવનની રીતભાત, અહીં પણ અને ત્યાં પણ.

હું પણ વિસારું, તું ય વિસારીને આંખ લુછ,

શાનો આ વલોપાત અહીં પણ અને ત્યાં પણ.

હું કોણ અને તું કોણ રમત છે આ જીવનની,

બંને તરફ છે માત, અહીં પણ અને ત્યાં પણ.

આ દાર્દ આવ્યથા આ અજંપો ને આ સ્મરણ,

કેવી મળી સોગાત, અહીં પણ અને ત્યાં પણ.

કેવો સફરનો અંત હતો શું લખું હનીફ,

સરખો જ છે વૃતાંત, અહીં પણ અને ત્યાં પણ.

અહીં તહીં વિયોગ રાત ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..