Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


મૃત્યુચીસ

મૃત્યુચીસ

1 min 13.7K 1 min 13.7K

રામધણીનાં રખવાળાંમાં

હવે અમારે નહિ બળવાનું

નહિ બળવાનું... નહિ, બળવાનું...!


પંડની પાંચે પુરવણીમાં

હવે અમારે નહિ જળવાનું

નહિ જળવાનું... નહિ જળવાનું..!


કાગડા ઠોલી ઠોલી ખાશે,

ગીધડાં લોહી પીતાં જાશે,

વગડા વચ્ચે રઝળપાટમાં,

મડદું કેવું ગંધ મારશે,


વચગાળાની પુરવણીમાં,

હવે અમારે નહિ રડવાનું

નહિ રડવાનું... નહિ રડવાનું... !


દોષ તપેલા શાને ભરવા,

અવળા સવળા મોઢા કરવા,

હાય.. હાય..ની હૈયા હોળી,

મોંઘમૂલી વાતમાં ફરવા,


જાતજાતની સરવાણીમાં,

હવે અમારે નહિ પડવાનું .

નહિ પડવાનું... નહિ પડવાનું ...!


જાતમાં દીવો જલતો રાખી,

રામ રખોપા સાચા ચાખી,

અંદરના ઓરડીયે ખોટી,

આંટી ઘૂંટી ભો માં ડાટી,


ખળખળતી મીઠી વાણીમાં,

હવે અમારે ખળખળવાનું,

ખળખળવાનું.... ખળખળવાનું....!


Rate this content
Originality
Flow
Language
Cover Design