Digvijay Ratnu

Romance Others


3  

Digvijay Ratnu

Romance Others


મજા આવે

મજા આવે

1 min 6.4K 1 min 6.4K

દિલના દર્દને હોઠ પર લાવીને,

આંખમાં લખાયેલા લેખને વાંચી શકે ને

તો મજા આવે.

ખટમીઠા શબ્દો ને સીધી વાત કરીને,

શુષ્ક સ્નેહને ય ભીનો બનાવે ને

તો મજા આવે.

પેટાળમાં ધરબાયેલી વેદનાની છીપ,

સાચા મોતી લેવા કિનારે આવે ને

તો મજા આવે.

અંતરના આંગણામાં ટહુક્યા કરે મોર,

મેઘરાજા આવી એને નચાવે ને

તો મજા આવે.

સ્નેહના તાંતણાથી બાંધ્યો સંબંધનો બંધ,

ભકંપની આફતમાં ય અડીખમ રહે ને

તો મજા આવે.

અપૂર્ણ બનેલું સપનું પણ આ પાંપણને,

બાથ ભરી બે ઘડી થોડું રડી લે ને

તો મજા આવે.

પ્રેમ,વચન,વફાને એ બાજુ માં મૂકીને,

સાચા મનથી મુને દોસ્ત બનાવે ને

તો મજા આવે.


Rate this content
Originality
Flow
Language
Cover Design